Script 1
[આ રેકોર્ડીંગનો ઉપયોગ IVR માટે કરવામાં આવશે. માટે તે રોચક હોવું જોઈએ]
નમસ્કાર! અમારી કંપનીમાં કૉલ કરવા બદલ ધન્યવાદ! દરેક ભાષામાં તમારા પ્રોજેક્ટ માટે શ્રેષ્ઠ વોઇસઓવર મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ.
કંપની વિશે વધુ જાણવા માટે એક દબાવો.
જો તમે પ્રોજેક્ટ સબમિટ કરવા માંગતા હોવ અથવા તો અમારી સેલ્સ ટીમ સાથે વાતચીત કરવા માંગતા હોવ તો બે દબાવો.
અમારી સહાયક ઉત્પાદન સંચાલન ટીમ પાસેથી મદદ જોઈએ?
કોઈ વાંધો નહીં. કૃપયા કરીને ત્રણ દબાવો.
ગુણવત્તા અંગેની પૂછપરછ માટે ચાર દબાવો.
તમારી પાસે કોઈ વિચાર છે? સૂચન? અમને સંભાળવું ગમશે. પાંચ દબાવો.
કૃપયા કરીને હળવેથી વાંચો. Psst! ટીમનો હિસ્સો બનવા માંગો છો?
[ફરીથી સામાન્ય અવાજમાં] અમે નોકરી પર રાખી રહ્યા છીએ.
અમારી વર્તમાન નોકરીની તકો વિશે જાણવા માટે કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો!
Script 2
[આ રેકોર્ડીંગનો ઉપયોગ અમારા માર્કેટિંગ અભિયાન વિડીયોમાં કરવામાં આવશે. તે સરસ, રસપ્રદ અને થોડો રહસ્યમય લાગે એવું અમે ઈચ્છીએ છીએ.]
એવી દુનિયામાં, જ્યાં વોઇસ ઓવર મેળવવું અઘરું હતું. એવી દુનિયામાં, જ્યાં વોઇસ ઓવરમાં પોતાનું કરિયર બનાવવું અઘરું અને મોંઘું હતું, ત્યાં અમે ક્રાંતિ લાવવાનો ફેંસલો કર્યો!
આ પ્રવાસ બિલકુલ સરળ રહ્યો નથી, પણ અમે અલબત પહેલાથી વધુ મજબૂત છીએ.
ધીમે ધીમે વોઇસ ઓવર ઉદ્યોગને તમારા ઘરમાં લાવવા માટે અમે ડિજિટલ સેવા ઊભી કરી છે. આ મિશનમાં અમે તમને સામેલ કરી લીધા છે અને તમે આ સ્વપ્નમાં સહભાગી થાશો તેવો અમને વિશ્વાસ છે.
હવે પાછળ જોવું નથી.
અમે આવ્યા, અમે દુનિયા બદલી નાખી અને અમે અહી [અહી ટૂંકો વિરામ લો] રહેવા માટે આવ્યા છીએ.
અમે આ વોઇસઓવર ઉદ્યોગ તમારા હાથમાં લઈ આવી રહ્યા છીએ.
Script 3
[આ રેકોર્ડીંગનો ઉપયોગ અમારા ઉત્પાદન વિડીયોમાં કરવામાં આવશે. તે દમદાર, રોચક અને અસ્ખલિત લાગે એવું અમે ઈચ્છીએ છીએ.]
વ્યાવસાયિક વોઇસ ઓવર મેળવવા માટે અમે સૌથી સારો વિકલ્પ કેમ છીએ?
એક એક ખૂબી કહીએ તો અમે માત્ર ઉત્તમ ગુણવત્તા વાળા વોઇસ ઓવર આપીએ છીએ જેને અમારી ગુણવત્તા નિયંત્રણ ટીમ દ્વારા ચકાસવામાં આવે છે. તે ઉપરાંત, અમારા વોઇસ ઓવર કલાકારોના સમૂહમાં તમને અનુકૂળ આવે એવી ભાષા, શૈલી અને કિંમતોના હજારો વિકલ્પ છે. સૌથી મહત્ત્વનું, અમારા પ્રોજેક્ટને અમારી સંતોષની ગેરેન્ટીનું કવર છે. જો તમે પરિણામથી સંતુષ્ટ ના હોવ, તો અમારી ઉત્પાદન વ્યવસ્થાપન ટીમ તમારી વહારે આવશે અને તમારા પૈસા તમને પાછા આપશે. [દરેક શબ્દ બાદ નાનો વિરામ લો] કોઈ પ્રશ્ન પૂછાયા નહીં
ગ્રાહકની સહાય માટે અમે તત્પર છીએ; અમારી ટીમ ખુશીથી તમારી મદદ કરશે. અમે ખાતરી કરીએ છીએ કે અમારી સાથેનો તમારો અનુભવ સીમલેસ, પ્રોફેશનલ [અહીં નાનો વિરામ લો] અને મનોરંજક રહે.